Skip to main content
Settings Settings for Dark

કુલ 4.36 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

Live TV

X
  • દેશમાં કોરોના રસીના ચાર કરોડ 36 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

    દેશમાં કોરોના રસીના ચાર કરોડ 36 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી 77 લાખથી વધુ હેલ્થકેર વેર્કર્સે કે, જેમણે પ્રથમ ડોઝ લીધો છે અને તેમના માંથી 48 લાખથી વધુ હેલ્થકેર વેર્કર્સે રસીનો બીજો ડોઝ લઇ લીધો છે, 80 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સને પહેલો ડોઝ અને 25 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
    અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ વયના 1.69 કરોડ લાભાર્થીઓને અને 45 વર્ષથી વધુ વયના 35 લાખથી વધુ લાભાર્થીઓને ચોક્કસ સહ-રોગો ધરાવતા દર્દીઓને રસી આપવામાં આવી છે.શનિવારે, દેશવ્યાપી કવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત 16.12 લાખથી વધુ રસીના ડોઝ આપવમાં આવી છે.દરમિયાન, દેશનો કોવિડ -19 રિકવરી રેટ 96.12 ટકાનો છે. 24 કલાકની અંદર કુલ 23 હજાર 653 દર્દીઓ કોરોના સામે જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ રોગમાંથી એક કરોડ 11 લાખથી વધુ લોકો પહેલાથી જ સ્વસ્થ થયા છે. જો કે, વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલા કેસોમાં અચાનક વધારો થતાં દેશમાં સક્રિય કેસલોડ સતત વધી રહ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply