Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટીન ભારતના ત્રણ દિવસના પ્રવાસે

Live TV

X
  • કોરોના મહામારી હોવા છતાં પણ ઓસ્ટિનની ભારત મુલાકાત તેમની પ્રતિબદ્ધાતા દર્શાવે છે

    અમેરિકાના સંરક્ષણ મંત્રી જનરલ લોઈડ ઓસ્ટીન ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. અમેરીકાની નવી બાઈડન સરકારના મંત્રીની, આ પ્રથમ ભારતની મુલાકાત છે. ત્યારે જનરલ લોઈડ ઓસ્ટીને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઓસ્ટિને સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે, કોરોના મહામારી હોવા છતાં પણ ઓસ્ટિનની ભારત મુલાકાત તેમની પ્રતિબદ્ધાતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, ઈન્ડો પૈસિફિક અને આફ્રિકા કમાન્ડ મુદ્દે વાતચીત થઈ હતી. ભારત અને અમેરિકા મુક્ત અને સ્વતંત્ર ઈન્ડો પૈસિફિક ક્ષેત્રની તરફેણમાં છે. સંરક્ષણમંત્રી ઓસ્ટિને કહ્યું હતું કે વૈશ્વિક ભાગીદારી માટે બંને દેશો સાથે મળીને કામ કરશે.. આ અગાઉ વિજ્ઞાન ભવન ખાતે જનરલ લોઈડ ઓસ્ટીનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. લોઇડ ઓસ્ટીને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply