Skip to main content
Settings Settings for Dark

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે 12 રાજ્યોનાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા

Live TV

X
  • કૃષિ કાયદાના સમર્થનમા ઓલ ઈન્ડિયા સમન્વય સમિતિથી જોડાયેલા 12 રાજ્યોના ખેડૂત સંગઠનોએ દિલ્હી સ્થિત કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરીને કૃષિ કાયદાના સમર્થનમાં આવેદન આપ્યું હતું. આ ખેડૂત સંગઠનોમાં ઉત્તરપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગણા, બિહાર, હરીયાણા વગેરે રાજ્યોના કુલ 12 સંગઠનોએ ભાગ લીધો હતો. આ સંગઠનોએ કૃષિ કાયદાને ખેડુતોના હીતમા ગણાવ્યો તથા આ પ્રસંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે સરકાર ખેડૂતોને અપીલ કરે છે કે, સરકાર દ્વારા લેખીત પ્રસ્તાવ પર ખેડૂતો ચર્ચા કરે તથા કૃષિ કાયદાને લઈને સરકાર ખેડૂતો સાથે શક્ય તમામ વાતચીત કરવા માટે તૈયાર છે. તો બીજી તરફ રવિવારે દિલ્હીમાં ઉત્તરાખંડના ખેડૂતોના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. નવા કૃષિ કાયદાને લઈને ઉત્તરાખંડના ખેડૂતોએ કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે.આ અગાઉ ખેડૂતોના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમરે પંજાબ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી

    નવા કૃષિ કાયદાને લઈ વિપક્ષ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો સરકારે આક્ષેપ લગાવ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ સંબોધી વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂતોની જમીન કંપનીઓ પડાવી લેશે તેવું કોંગ્રેસ દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સત્ય એ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જમીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. માત્ર ખેતીની જમીન પર થતાં પાકને તે લાગુ પડશે. જેથી જમીન છીનવાઈ જશે તેનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવા કાયદા લાગુ થવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply