જમ્મુ-કાશ્મીરઃ પૂંછ સેક્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ફરી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં બે આંતકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ફરી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં બે આંતકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.
પૂંછ જિલ્લાના મુગલ રોડ નજીક સુરક્ષા દળોએ આ આતંકવાદીનો ઘેરાવ કર્યો હતો અને તેમને આત્મ સમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે સામે આતંકવાદીઓએ સુરક્ષા દળોના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં સુરક્ષાદળોના જવાનોને વળતા જવાબમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં બે આંતકવાદી ઠાર મરાયા હતાં. આતંકવાદીઓની ઓળખ માટે સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી છે.