ઉત્તરાખંડના એક ખેડૂત સંગઠને કૃષિમંત્રી સાથે મુલાકાત કરી નવા કૃષિ કાયદાનુ કર્યુ સમર્થન
Live TV
-
દિલ્હીમાં ઉત્તરાખંડના ખેડૂતોના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. જેમાં આ પ્રતિનિધિમંડળે નવા કૃષિ કાયદાઓને સમર્થન જાહેર કર્યુ હતુ.
દિલ્હીમાં ઉત્તરાખંડના ખેડૂતોના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. જેમાં આ પ્રતિનિધિમંડળે નવા કૃષિ કાયદાઓને સમર્થન જાહેર કર્યુ હતુ.
કૃષિ કાયદાઓ વિરોધમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કૃષિ રાજ્યમંત્રી સોમપ્રકાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે મળીને વહેલામાં વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે. આ તરફ રવિવારે દિલ્હીમાં ઉત્તરાખંડના ખેડૂતોના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી.
નવા કૃષિ કાયદાને લઈને ઉત્તરાખંડના ખેડૂતોએ કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે. તો ખેડૂતોના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમરે પંજાબ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. મહત્વની વાત છે કે, અત્યારે પણ દિલ્હી સાથે જોડાયેલી સિંઘુ, ટિકરી અને ગાઝિપુર સરહદે ખેડૂતોનું આંદોલન યથાવત છે જેમાં ખેડૂત સંગઠનોએ આજે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ભૂખ હ઼ડતાળ કરવાની જાહેરાત કરી છે. અને જયપુર-દિલ્હી, આગ્રા એક્સપ્રેસ હાઈ-વેને જામ કરવાની પણ જાહેરાત કરી છે. જેને પરિણામે તમામ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
