નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ 2021-22 સંદર્ભે ઉદ્યોગપતિઓ સાથે બેઠક
Live TV
-
આગામી સામાન્ય બજેટ 2021-22ના સંદર્ભમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજથી વિવિધ ઉદ્યોગ સંગઠનો અને વિશેષજ્ઞો સાથે બજેટ પૂર્વે પરામર્શ અંગેની શરૂઆત કરશે. કોરોના મહામારીના પગલે પહેલી વખત એવું બની રહ્યું છે કે બજેટ પરામર્શ બેઠકનુ આયોજન વર્ચ્યુલી થઈ રહ્યું છે. નાણા મંત્રાલયે એક ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, ટોચના ઉદ્યોગપતિઓ સાથે પહેલાં પૂર્ણ બજેટ પર ચર્ચા કરાશે.
નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2021ના રોજ મોદી સરકારનું બીજુ બજેટ રજુ કરી શકે છે. આ દરમિયાન નિર્મલા સિતારમણે ગઈકાલે સંબંધીત તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે આત્મનિર્ભર ભારત પેકેજની હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. વિવિધ મંત્રાલયો અને વિભાગોએ ત્રણ આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત યોજનાઓને લાગુ કરવાની શરૂઆત કરી દીધી હોવાનું પણ જણાવ્યું હતું.
