રાષ્ટ્રીય કોવિડ -19નો રિકવરી રેટ 94.93 ટકા પહોંચ્યો
Live TV
-
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 33 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કુલ રિકવરી 93 લાખ 57 હજાર ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 30 હજાર 2 સો 54 નવા ચેપ સાથે, દેશના કુલ કેસ 98 લાખ 57 હજાર 29 પર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 391 લોકોના મોત સાથે, મૃત્યુઆંક 1 લાખ 43 હજાર 19 પર પહોંચી ગયો છે. કુલ સક્રિય કેસ હવે 3 લાખ 56 હજાર 5સો 46 પર છે. ICMRએ જણાવ્યું છે કે, ગઈકાલે સુધીમાં કોવિડ -19 માટે કુલ 15 કરોડ 37 લાખ 11 હજાર 833 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ગઈકાલે 10 લાખ 14 હજાર 434 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
