Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં ભારત નેટથી દેશના 16 રાજ્યોને જોડતી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને મફત વીજળી આપવા સહિતના નિર્ણયોને બહાલી

Live TV

X
  • કેન્દ્રિય કેબિનેટની આજ રોજ મળેલી બેઠકમાં નાણાં મંત્રીએ જાહેર કરેલા આર્થિક પેકેજ, ભારત નેટથી દેશના 16 રાજ્યોને જોડવા માટેની, કુસુમ યોજના હેઠળ ખેડૂતોને મફત વીજળી આપવા સહિતના નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી. કેન્દ્રિય કેબિનેટની આજ રોજ મળેલી બેઠકમાં નાણાં મંત્રી નિર્મળા સિતારામને જાહેર કરેલા રૂપિયા 6 લાખ 28 હજાર કરોડના આર્થિક પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ભારત નેટને પીપીપી ના ધોરણે દેશના 16 રાજ્યોમાં જોડવામાં આવશે, જે અંગે થનારા રૂપિયા 29 હજાર 432 કરોડના ખર્ચને સ્વીકૃતિ આપવામાં આવી હતી. જ્યારે ખેડૂતોને કુસુમ યોજના અંતર્ગત મફત વીજળી આપવા તેમજ કૃષિ ફિડર માટે કેન્દ્ર સરકાર દ્વારા 30 ટકાનો ખર્ચ ઉઠાવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply