કેન્દ્રિય ગૃહમંત્રીએ કોકરાઝાર અને નલબારીમાં સભાઓ સંબોધિત કરી
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના પ્રવાસે છે. અહીં કેન્દ્રિય ગૃહમંત્રીએ કોકરાઝારમાં બોડોલેન્ડ ક્ષેત્ર બીપીઆર સમજૂતી દિવસના પ્રસંગે ઉદ્દઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. કેન્દ્રિય ગૃહમંત્રીએ કોકરાઝાર અને નલબારીમાં સભા સંબોધી હતી. કોકરાઝારમાં કેન્દ્રિય ગૃહમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે, આજથી એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં બોડો શાંતિ સમજૂતી કરવામાં આવી હતી. તેના કારણે આસામમાં ખૂબ જ શાંતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બોડો ક્ષેત્ર વિકાસના રસ્તા પર હશે. આ રેલીમાં બોડો અને નોન બોડો બંને ઉપસ્થિત હોય તેવી આ પહેલી રેલી છે. એટલે આ રેલી ખૂબ મહત્ત્વની સાબિત થઈ છે. કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉમેર્યું કે, અહીં આવીને તેમને ખૂબ જ શાંતિ મળી છે. આગામી સમયમાં આસામમાં ભાજપની સરકાર બનશે તે નિશ્ચિત છે. ભારત સરકાર તમામ વાયદા પૂરા કરી તમારા વિશ્વાસ પર ખરી ઉતરશે. ટૂંક જ સમયમાં સંપૂર્ણ આસામમાં સૌથી વિકસિત ક્ષેત્ર બોડો થવાનું છે.
