કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ
Live TV
-
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે 15 એપ્રિલે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા.
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે 15 એપ્રિલે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. અરુણ જેટલી ગયા મહિને ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા સભાપતિ વૈકેયા નાયડુએ તેમને શપથ લેવડાવ્યાં હતા.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાનાર ભાજપના બીજા સાંસદો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કેન્દ્રિય મંત્રી અનંત કુમાર, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, મંત્રી પીયૂષ ગોયલ સહિત લોકો સામેલ હતા. આ પહેલા જેટલી ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા.