કઠુઆ દુષ્કર્મ મામલે ભાજપે કૉંગ્રેસ પર સાધ્યું નિશાન
Live TV
-
કઠુઆમાં બનેલી શર્મનાક ઘટના પર ભાજપે કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષએ જાહેર કરેલા એક વીડિયો સવાલ ઉઠાવ્યા.
ભાજપ તરફથી ફરી એક વખત રાહુલ ગાંધીની નીતિ અને રીતી પર સવાલ કરાયો છે. ભારતીય જનતા પક્ષે ફરી એક વખત વિપક્ષ પર નીશાન સાઘ્યું છે. ભાજપએ જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષનો વિડીયો બહાર પાડી કોંગ્રસ પક્ષની નીતિ રીતિ પર પ્રશ્ન કર્યો, છે. કેન્દ્રિય નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કઠુઆ મામલે ભાજપના બંને નેતાઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. તો આ મામલે નૈતિકતાના આધારે જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષ જીએ. મીરે પણ રાજીનામું આપવું જોઈએ અથવા કોંગ્રેસ તેમને પદ પરથી બરતરફ કરવા જોઈએ. ઉપરાંત કોંગ્રસના અન્ય દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પણ આ મામલે માફી માંગવી જોઈએ