કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તમામ રાજયો સાથે કોરોનાને લઇને કરી સમીક્ષા બેઠક
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો સાથે કોરોના સામે લડવાની તૈયારી મુદ્દે સમીક્ષા કરી હતી. આ સિવાય કેબિનેટ સચિવે લોકડાઉનના સખતાઇથી અમલ માટે બધા જ રાજ્યોના સચિવ સાથે ચર્ચા કરી હતી તેમજ જરૂરિયાતની વસ્તુની ઉપલબ્ધતા વિશે પણ ચર્ચાં કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 119 લેબમાં કોરોનાની તપાસ થઇ રહી છે.
