જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડનારા કર્મચારીઓઓને ઇ-પાસ: ગૃહ મંત્રાલય
Live TV
-
કેન્દ્ર સરકારે જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ રહે માટે માનક પરિચાલન પ્રક્રિયા એટલે કે SOP જાહેર કરી છે. ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોના મુખ્ય સચિવને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરતા જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદનમાં વેપારીઓ દ્વારા તેનું વેચાણ અને ઇ-કંપનીના માધ્યમથી તમામ વસ્તુ લોકો સુધી સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે.
કેન્દ્ર સરકારે જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ રહે માટે માનક પરિચાલન પ્રક્રિયા એટલે કે SOP જાહેર કરી છે. ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોના મુખ્ય સચિવને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરતા જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદનમાં વેપારીઓ દ્વારા તેનું વેચાણ અને ઇ-કંપનીના માધ્યમથી તમામ વસ્તુ લોકો સુધી સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. જો કે ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલ માત્ર નિર્દેશ કરેલી જરૂરિયાતની વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર ધ્યાન અપાશે. આ તમામ સેવા સાથે જોડાયેલા વેપારીઓએ તેનો દસ્તાવેજ રજૂ કરવો પડશે. જેથી તેની તપાસ પણ થઇ શકે. SOPમાં જણાવાયું છે કે જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડનાર કર્મચારીઓને ઇ-પાસ દ્વારા કામ કરવાની પરવાનગી મળશે. ફરિયાદ કરવા માટે રાજ્ય સરકાર 24 કલાક કામ કરનાર નિયંત્રણ વિભાગ સ્થાપિત કરશે અને તેના નંબરનો પણ પ્રચાર કરશે.
