કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આયુર્વેદ આધારિત ક્લિનીકલ પ્રોટોકોલ જાહેર કર્યો
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને આયુષમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કોવિડ-19ના ઉપચાર માટે યોગ અને આયુર્વેદ ઉપર આધારીત નેશનલ કલિનિકલ પ્રોટોકોલ જાહેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે મોર્ડન મેડિસીનમાં વિશ્વાસ કરનાર ઘણા લોકો આયુર્વેદને અપનાવી ચુક્યાં છે. આ આયુર્વેદ પધ્ધતિ દુનિયાની પ્રાચીન પધ્ધતિ છે.
આયુર્વેદ પધ્ધતિનું દુનિયાના આરોગ્યની રક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન છે. મોર્ડન મેડિસીને ઘણી ચિકિત્સા પધ્ધતિ ઉપલબ્ધ કરાવી છે. જેના થકી લોકોનું જીવન સારુ થયું છે. આયુર્વેદ આપણા દેશનું પ્રાચીન જ્ઞાન છે. તે દુનિયામાં સૌથી જુનું જ્ઞાન છે. તેનો ઉલ્લેખ વેદોમાં પણ છે.