કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધના હસ્તે આજે 7માં રાષ્ટ્રીય શિખર સંમેલનનું ઉદઘાટન થયું
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 7માં રાષ્ટ્રીય શિખર સંમેલનનું ઉદઘાટન કર્યુ હતું. સાથે તેમણે નવી હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમને લોન્ચ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાન સાથે નાવીન્યતાનો તાલમેલ સાધીને દેશની કોઇ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંડિયાની ન્યુમોકોકલ કંજુગેટ વેક્સિન લોન્ચ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ભારતનું સૌભાગ્ય છે કે, વિશ્વમાં દર ત્રીજુ બાળક ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાતી વેક્સિનનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હવે ન્યૂમોનિયા જેવા રોગને પરાસ્ત કરવા પણ ભારતની ફાર્મા કંપનીએ વેક્સિન વિકસાવી આગવી સિદ્ધિ હાંસલ કરી છે.
