પ્રધાનમંત્રીએ આજે દેશની પ્રથમ ડ્રાઈવર-લેસ ટ્રેન અને NCMC સેવાનો શુભારંભ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વિડિઓ કોન્ફરેન્સિંગના માધ્યમથી દેશની સૌપ્રથમ ઑટોમેટેડ ડ્રાયવર લેસ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું અને સાથે જ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ કોમન મોબીલીટી કાર્ડ (NCMC) સેવાનો પણ વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશ તબક્કાવાર ટેકનોલોજી ડેવલોપમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. ડ્રાયવર લેસ મેટ્રો રેલએ વિકસી રહેલી ટેકનોલોજીનું એક સીમા ચીન્હ છે. આ ઉપરાંત નેશનલ કોમન મોબીલીટી કાર્ડથી લોકોના સમયનો બચાવ થશે. લોકોનું જીવન વધારે સરળ બનશે, તેનાથી શહેરી લોકોના જીવનમાં બદલાવ આવશે. આવી ટેકનોલોજીથી પ્રદુષણમાં પણ ધટાડો થશે. તેમણે કહ્યું કે મેટ્રો ઓપરેશનમાં મેક ઇન ઇન્ડીયાનો મહત્વપૂર્ણ રોલ રહેલો છે. તેમાં ઘણી કંપનીઓ યોગદાન આપીને આત્મનિર્ભર બની રહી છે. તેમણે કહ્યું કે NCMC કાર્ડ આવનારા સમયમાં ગેમ ચેન્જર બનશે. લોકોનું જીવન વધુ સરળ બનાવવા માટે આ કાર્ડ મહત્વની ભુમિકા ભજવશે. મેજેન્ટા લાઈન પર શરુ થયેલી આ મેટ્રો રેલ 38 કિલોમીટરમાં દિલ્હી એનસીઆરના ધણા વિસ્તારને આવરી લે છે. આવનારા સમયમાં તેમાં તબક્કાવાર ઉમેરો પણ કરવામાં આવશે.
