પીએમ સહીત લોકોએ ભૂતપૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
Live TV
-
આજે દેશના ભૂતપૂર્વ નાણાં મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગીય અરુણ જેટલીની જન્મજયંતિ છે. અરુણ જેટલી ભૂતકાળમાં દેશના નાણાં મંત્રી, ઉદ્યોગ મંત્રી, રક્ષા મંત્રી પણ રહી ચુક્યા છે. આ સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત અરુણ જેટલીએ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી)ની રજૂઆત કરી હતી જેને આખા દેશને એક જીએસટી શાસન હેઠળ લાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એવા સ્વર્ગીય અરુણ જેટલીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, "જે અરુણ જેટલીના નજીકના માણસો હતા તે બધા જ અરુણ જેટલીના ઉષ્માભર્યા વ્યક્તિત્વ, બુદ્ધિ ચાતુર્ય, કાયદાકીય કુશળતા અને તેમની સમજશક્તિની કમી અનુભવી રહ્યા છે". આ સાથે જ પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, તેમણે ભારતની પ્રગતિ માટે અથાક મહેનત કરી છે.
આ સાથે જ દેશની અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને નેતાઓએ ટ્વિટ કરીને અરુણ જેટલીને તેમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કર્યા હતા. જેમાં, ગૃહ મંત્રી અમિત શાહ, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, રમત ગમત મંત્રી કિરેન રિજિજૂ અને હાલના નાણા મંત્રી નિર્મલા સીતારામન સહીત લોકોએ ટ્વિટ કરીને અરુણ જેટલીને યાદ કર્યા હતા.
