Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે ઉનાળા દરમિયાન વીજળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા બહુપક્ષીય વ્યૂહરચના ઘડવા સમીક્ષા કરી

Live TV

X
  • કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે ઉનાળા દરમિયાન વીજળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા બહુપક્ષીય વ્યૂહરચના ઘડવા સમીક્ષા કરી છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ઊર્જા ક્ષેત્ર, કોલસા મંત્રાલય અને રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન, ઉર્જા મંત્રીએ તમામને પરિસ્થિતિ પર નજર રાખવા અને આગામી મહિનાઓ દરમિયાન વીજળીની માંગને પહોંચી વળવા સક્રિય પગલાં લેવા જણાવ્યું હતું. ઉર્જા મંત્રીએ વીજ કંપનીઓને ઉનાળાના મહિનાઓમાં લોડ-શેડિંગ ન થાય તેની ખાતરી કરવા પણ કહ્યું છે. શ્રી સિંઘે કેન્દ્રીય વીજ સત્તામંડળને વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોલસાની ફાળવણી માટે ન્યાયી અને પારદર્શક મિકેનિઝમ ઘડવામાં આવે તેની ખાતરી કરવા પણ જણાવ્યું હતું. વ્યૂહરચનાના ભાગરૂપે, કોલસા આધારિત વીજમથક માટે અગાઉથી જ જાળવણી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. મુશ્કેલીના સમયગાળા દરમિયાન વીજ જાળવણીની જરૂર ન પડે તેની પર તેમણે ભાર મુક્યો છે. મીટિંગ દરમિયાન, રેલ્વે બોર્ડના સભ્યએ કોલસાના પરિવહન માટે પૂરતા રેક્સની ઉપલબ્ધતાની ખાતરી આપી હતી અને 418 રેક આપવા સંમત થયા હતા જેથી વીજમથક પર કોલસાનો પૂરતો સ્ટોક જાળવી શકાય. મંત્રાલયે એનટીપીસીને એપ્રિલ અને મેના તંગીના સમયગાળા દરમિયાન તેના 5 હજાર મેગાવોટના ગેસ આધારિત વીજ મથક ચલાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

    કેન્દ્રીય વીજ સત્તામંડળના અનુમાન મુજબ, એપ્રિલ મહિના દરમિયાન સૌથી વધુ વીજળીની માંગ 229 ગીગવોટ થવાની ધારણા છે. જીડીપીના વધતા દર અનુસાર દેશમાં વીજ માંગ વાર્ષિક 10 ટકાની આસપાસ વધી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply