ભારતીય નૌકાદળની મુખ્ય કવાયત ટ્રોપેક્સ 2023 અરબી સમુદ્રમાં યોજાઈ ગઈ
Live TV
-
ભારતીય નૌકાદળની મુખ્ય કવાયત ટ્રોપેક્સ 2023 આ અઠવાડિયે અરબી સમુદ્રમાં યોજાઈ ગઈ. ચાર મહિનાના સમયગાળામાં હિંદ મહાસાગર વિસ્તારમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર આ કવાયતમાં ભારતીય નૌકાદળના 70 જહાજ, છ સબમરીન અને 75 થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો.
અંતિમ સંયુક્ત તબક્કાના ભાગરૂપે, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગયા સોમવારે 6ઠ્ઠી તારીખે નવા સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર સમુદ્રમાં એક દિવસ વિતાવ્યો હતો. તેમણે ભારતીય નૌકાદળની ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરી જેમાં નૌકાદળે જુદા જુદા દાવપેચ અને લડાયક કામગીરીનાં વિવિધ પાસાઓનું પ્રદર્શન કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કવાયત બહુ જોખમી વાતાવરણમાં કામ કરવા માટે ભારતીય નૌકાદળના સંયુક્ત કાફલાની લડાયક તૈયારીને ચકાસવાની તક પૂરી પાડે છે. દરિયાઈ કવાયત ભારતીય ભૂમિદળ, હવાઈદળ અને તટરક્ષક દળ સાથે ઓપરેશનલ સ્તરની ક્રિયા પ્રતિક્રિયાને પણ આવરી લે છે.
