Skip to main content
Settings Settings for Dark

નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામચંદ્ર પૌડેલ આજે નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

Live TV

X
  • નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામચંદ્ર પૌડેલ આજે નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આજે થયેલા મતદાનમાં પૌડેલને 33 હજાર 802 મત મળ્યા હતા, જયારે તેમના પ્રતિસ્પર્ધી સુભાષચંદ્ર નેમ્બાંગને 15 હજાર 518 મત મળ્યા હતા. 

    નેપાળમાં કડક સુરક્ષા વચ્ચે આજે નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામચંદ્ર પૌડેલે પોતાનો મત આપીને મતદાનની શરૂઆત કરી હતી. સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું. પ્રતિનિધિ સભા અને પ્રાંતીય વિધાનસભાના સભ્યો દ્વારા લોત્સે ચેમ્બરમાં મતદારો માટે બે અલગ-અલગ મતદાન મથકો ઉભાં કરવામાં આવ્યા હતાં. નેપાળી કોંગ્રેસ તરફથી રામચંદ્ર પૌડેલ અને સીપીએન(યુએમએલ) તરફથી સુભાષચંદ્ર નેમ્બાંગ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર હતા. ભૂતપૂર્વ અધ્યક્ષ રામચંદ્ર પૌડેલને નેપાળી કોંગ્રેસ અને માઓવાદી પાર્ટી સહીત નવ રાજકીય પક્ષોના ગઠબંધન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર નેમ્બાંગ અગાઉ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે રહી ચુક્યા છે. 

    નેપાળના બંધારણ મુજબ, આ પ્રથમવાર રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવી છે. તે અનુસાર નેપાળનો નાગરિક હોવો જોઈએ અને મતદાર યાદીમાં નોંધણી થયેલ હોવી જોઈએ તથા કોઈ લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ. 2006માં પ્રજાસત્તાકની સ્થાપના બાદ નેપાળમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા બન્યા. 2008 માં નવી ચૂંટાયેલી બંધારણ સભાએ નેપાળને ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક તરીકે જાહેર કર્યું અને 240 વર્ષ જૂની રાજાશાહી નાબૂદ કરી. બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ બે થી વધુ મુદત માટે રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ શકતી નથી. તેમને ચૂંટવામાં મત આપવા માટેની ઇલેક્ટોરલ કૉલેજમાં સંસદ અને વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે. સંસદના 332 અને વિધાનસભાના 550 મળીને કુલ 882 મતદારો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply