કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ચેન્નાઇની મુલાકાત લેશે
Live TV
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તમિલનાડુના પાટનગર ચેન્નાઇની મુલાકાત લેશે. મુલાકાત સમયે તેઓ રાજ્યને 67 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાની ભેટ આપશે.
61 હજાર 843 કરોડના ખર્ચે મેટ્રો રેલવે ઉભી થશે
અમિત શાહ ચેન્નાઇ મેટ્રો રેલવેના બીજા તબક્કાની આધારશિલા પણ મુકશે. 61 હજાર 843 કરોડના ખર્ચે મેટ્રો રેલવે ઉભી થશે. ગૃહમંત્રી આ ઉપરાંત ચેન્નાઇની પેયજળ જરૂરિયાતો પુરી કરવા 380 કરોડના ખર્ચે તૈયાર થયેલા થેરવોય કાંડિગાઇ જળાશયનું ઉદઘાટન પણ કરશે. તેઓ કોઇમ્બતુરમાં એક હજાર 620 કરોડના ખર્ચે તૈયાર થનારા એક્સપ્રેસ વેની આધાર શિલા પણ મુકશે.
