Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શરૂ થતા 15માં G-20 શિખર સંમેલનમાં ભાગ લેશે 

Live TV

X
  • બે દિવસીય જી-20 શિખર સંમેલનનો આજે આરંભ થશે. સાઉદી અરેબિયાના યોજાનારા 15મા જી-20 શિખર સંમેલનનો વિષય 21મી શતાબ્દિમાં તમામ માટે તક સર્જન છે. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી યોજાનારા આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે. આ વર્ષે જી-20 નેતાઓની આ બીજી બેઠક મળવા જઇ રહી છે.

    આજથી શરૂ થનારી બેઠકમાં કોવિડ -19 મહામારી વિષય પર કેન્દ્રીત રહેશે

    પ્રધાનમંત્રી મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ટેલીફોન પર થયેલી વાતચીત પછી આ વર્ષે માર્ચ મહિનામાં જી-20 સંગઠનના વિશેષ સંમેલનનું આયોજન થયું હતું. તે બેઠકમાં કોવિડ મહામારીને રોકવા સમન્વિત વૈશ્વિક પ્રયાસ કરવાને મુદ્દે સહમતી બની હતી. આજથી શરૂ થનારી બેઠકમાં કોવિડ -19 મહામારી વિષય પર કેન્દ્રીત રહેશે. સંગઠનના નેતા મહામારીનો સામનો કરવાના ઉપાયો, ફરીથી રોજગાર બહાલીના ઉપાયો મુદ્દે ચર્ચા કરશે. આ વર્ષે 21 ડિસેમ્બરથી ઇટાલી સંગઠનની અધ્યક્ષતા સંભાળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply