સતત બારમાં દિવસે દેશમાં કોરોનાના 50 હજારથી ઓછા કેસ
Live TV
-
દેશમાં કોરોના સામેની લડાઈ સતત ચાલી રહી છે. ત્યારે સતત બારમા દિવસે પણ દેશમાં 50 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે.આરોગ્ય મંત્રાલયના પ્રયાસોને કારણે ,સતત સફળતાઓ મળી રહી છે.
કવરી રેટ વધીને 93.67 ટકા થયો
દેશમાં રિકવરી રેટ પણ વધીને 93.67 ટકા થયો છે.છેલ્લા 24 કલાકમાં 49 હજાર 715 લોકો સારવારને અંતે સ્વસ્થ થયા છે. તે સાથે જ અત્યાર સુધી કુલ 84 લાખ 78 હજાર 124 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.તો છેલ્લા 24 કલાકમાં 564 દર્દીઓએ જીવ ગુમાવતાં દેશનો કુલ મૃત્યુઆંક વધીને એક લાખ 32 હજાર 726 છે. મૃત્યુદર 1.47 ટકાની સપાટીએ જળવાઇ રહ્યો છે.
વિશ્વમાં કોરોના સંક્રમણ કેસનો આંકડો પાંચ કરોડ 78 લાખને પાર
વાત વિશ્વની કરીએ તો કોરોના સંક્રમણ કેસનો આંકડો પાંચ કરોડ 78 લાખને પાર થઇ ચુક્યો છે. મહામારી 13 લાખ 76 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુકી છે.
