પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પીએમ મોદીએ કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી ગાંધીનગર ખાતેના પંડિત દિનદયાળ પેટ્રોલિયમ વિશ્વ વિદ્યાલયના આઠમાં દીક્ષાંત સમારંભને સંબોધન કર્યુ. દીક્ષાંત સમારંભમાં લગભગ બે હજાર છસો વિદ્યાર્થી ડિગ્રી કે ડિપ્લોમા ડિગ્રી હાંસલ કરી.
કાર્બન ફૂટપ્રિન્ટ 30-35% સુધી ઘટાડવાનું લક્ષ્ય
તેમણે સંબોધનમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આજે તમે ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડી રહ્યા છો. રોગચાળાના લીધે ઉર્જા ક્ષેત્રમાં વિશ્વમાં મોટા ફેરફારો આવ્યા છે. ઉર્જા ક્ષેત્રમાં વિકાસની, ઉદ્યમવૃત્તિ, રોજગારની અનેક શક્યતાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાર્બન ફૂટપ્રિન્ટ 30-35% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે.
જળ ઉત્કૃષ્ટતા કેન્દ્રની આધારશિલા પણ મુકી
દીક્ષાંત સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી 45 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતા મોનોક્રિસ્ટલાઇન સૌર ફોટો વોલ્ટાઇક સંયંત્રની આધારશિલા મુકી. તેઓએ આ પ્રસંગે જળ ઉત્કૃષ્ટતા કેન્દ્રની આધારશિલા પણ મુકી. તેઓ આ વિશ્વ વિદ્યાલયના ઇનોવેશન તેમજ ઇનક્યુબેશન સેન્ટર, રીસર્ચ સેન્ટર તેમ જ ખેલકુદ સંકુલનું પણ ઉદઘાટન કર્યું હતું.
