પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રામીણ પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના વિધ્યાંચલ વિસ્તારના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગામડાઓમાં જળ, સ્વચ્છતા સહિત પાણી સમિતિના સદસ્યો સાથે પણ વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.આ પરિયોજના થી 2 હજાર 995 ગામોના તમામ પરિવારોને નળના પાણીનું કનેક્શન આપવામાં આવશે. જેનાથી આ જિલ્લાઓની 42 લાખની જનસંખ્યાને લાભ મળશે. આ તમામ ગામોમાં ગ્રામ્ય જળ તથા સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિ બનાવવામાં આવી છે. ,જેના શિરે સંચાલન અને સારસંભાળની જવાબદારી છે. આ પરિયોજના પાછળ 5,555.38 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે, અને આ યોજનાને 24 મહિનાઓમાં પૂર્ણ કરવાની થશે
