Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું કર્યુ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના 154 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નાગરિકોનાં જીવનમાં સરળતા માટે કામ કરી રહી છે. સરકાર દેશને વિકાસ માટે માળખાકીય પ્રોજેક્ટ અને લોકકેન્દ્રી સુવિધાઓ ઊભી કરવા પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે આપણાં બાળકોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પરિકલ્પના મુજબ સ્માર્ટ શાળાઓ પણ સ્થાપી રહી છે.

    ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિકાસલક્ષી પ્રોજેક્ટ પૈકી સનાથલ ખાતેનો ફ્લાયઓવર બ્રિજ, પાંચ સ્માર્ટ સ્કૂલ અને સિનિયર સિટીઝન પાર્કનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાવળા નગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલાં 476 મકાનોનો ડ્રો પણ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશ અમૃત કાળ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકાર દરેકને વિકાસની મુખ્ય ધારામાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply