Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર આજે ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક રીપોર્ટેસને લઈને પોતાનો રોષ ઠાલવ્યો

Live TV

X
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર આજે મીડિયાના એક રીપોર્ટેસને લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમને આજે સવારે ટ્વિટ કરીને પોતાની વાત રજૂ રાખી હતી. કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા પર પ્રકાશિત થયેલા એક અહેવાલ માટે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ને લઈને અનુરાગ ઠાકુરે રોષ ઠાલવ્યો હતો. તેમણે ટ્વિટ કરી લખ્યુ હતુ કે,  ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ એ ભારત વિશે કંઈપણ પ્રકાશિત કરતી વખતે તટસ્થતાના તમામ દાવાઓ લાંબા સમય પહેલા છોડી ચૂક્યા છે.

    સમગ્ર મામલે વાત કરીએ તો ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક લેખમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કર્યો છે. જેને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રોષ વ્યક્ત કર્યો હતો. ટ્વીટ કરીને કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતુ કે, કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા પર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’નો કહેવાતો અભિપ્રાય ભારત અને તેની લોકશાહી વિશે પ્રચાર ફેલાવવાનો એક કાલ્પનિક માર્ગ છે. તેમણે વધુમાં કહ્યું કે “ધ ન્યૂયોર્ક ટાઈમ્સ” અને કેટલાક અન્ય વિદેશી મીડિયા ભારત અને આપણા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આવું જૂઠ લાંબો સમય ચાલી શકતું નથી. ઠાકુરે કહ્યું કે, ભારતમાં લોકશાહી છે અને આપણે ઘણા પરિપક્વ છીએ અને આપણે આવા એજન્ડા-સંચાલિત મીડિયા પાસેથી લોકશાહીનું વ્યાકરણ શીખવાની જરૂર નથી. કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિરુદ્ધ એનવાયટી દ્વારા ફેલાવવામાં આવેલ આ જુઠ્ઠાણું નિંદનીય છે. ભારતની જનતા આવી માનસિકતાને આ ધરતી પર પોતાનો એજન્ડા ચલાવવા દેશે નહીં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply