કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તર કર્ણાટકમાં બિડર અને રાયચુર જીલ્લાઓમાં અનેક વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તર કર્ણાટકમાં બિડર અને રાયચુર જીલ્લાઓમાં અનેક વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો. તેમણે રાયપુરમાં પીવાના પાણી અને સિંચાઇની નહેરોની કુલ ૪રર૩ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ભૂમિપુજન કર્યુ. પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે કહયું હતું કે કેન્દ્ર અને રાજયની ડબલ એન્જીન સરકારને લીધે કર્ણાટકને ઘણો ફાયદો થયો છે. રાજય સરકારે પછાત વિસ્તારોના વિકાસ માટે પાંચ હજાર કરોડ રુપિયા મંજુર કર્યા છે. રાજયના ગરીબ કુટુંબોને માથાદીઠ પાંચ કિલોગ્રામ અનાજ મફત મળી રહયું છે.
નવા વિમાનઘરના ઉદઘાટન સાથે રાયચુર હવાઇ માર્ગે જોડાઇ ગયું છે. ગૃહમંત્રીએ આગામી વિધાનસભા ચુંટણીઓમાં સંપુર્ણ બહુમતીવાળી સરકાર આવે તે સુનિશ્ચિત કરવાનો પક્ષના કાર્યકરોને અનુરોધ કર્યો હતો. તે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીએ બિડરમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ર૦ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું અને ૧૩૦ ફુટ ઉંચા ધ્વજદંડ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે હૈદરાબાદના નિઝામના લશ્કર ધ્વારા ૧૯૪૮માં ગોરાટા ગામના સેંકડો લોકોની હત્યા કરેલી તેમની યાદમાં ઉભા કરાયેલા સ્મૃતિ સ્થાનનું ઉદઘાટન પણ કર્યુ હતુ.