કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુર રાજ્યની મુલાકાત લીધી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસે છે. આજે તેમણે મણિપુર રાજ્યની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ઇમ્ફાલમાં સાત પરિયોજનાઓનું ખાતમૂહુર્ત કર્યું હતું, જ્યારે અન્ય બે પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઇમ્ફાલની પ્રજાને સંબોધન કરતાં કહ્યું કે, નોર્થ ઇસ્ટ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે વિકાસથી વંચિત રહ્યું છે. પરંતુ હવે મોદી સરકાર મણિપુરના યુવાનોની પ્રતિભા સાથે સમન્વય સાધીને ઇમ્ફાલને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી રહી છે. તેમણે મણિપુરમાં રાજ્ય સ્તરની ઇ- ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ દિલ્હીના દ્વારકા ખાતે ત્રીજા મણિપુર ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે તેમણે થાઇબલમાં માર્ગ અને ડેમનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ચૂડાચંદ્રપૂર કોલેજ અને મ્યોંગખોંદમાં IIT ભવનનો આધારસ્તંભ મૂક્યો હતો.
