પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન, જાણો 'મન કી બાત'માં શું કહ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે 73મી અને આ વર્ષની છેલ્લી 'મન કી બાત' કરી. તેમણે કાર્યક્રમની શરૂઆતમાં સંબોધન કરતા જણાવ્યું કે, ચાર દિવસ પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને હવે આવતા વર્ષે નવી મન કી બાત કરવામાં આવશે.
ભારતમાં બનેલા રમકડાંઓ વેચાવવાની વાત
તેમણે જણાવ્યું કે દેશમાં નવું સામર્થ્ય ઉભુ થયું છે અને આ નવા સામર્થ્યનું નામ આત્મનિર્ભરતા છે. દેશમાં બનેલા રમકડાઓની માંગ વધી રહી છે. તેમણે કોરોના વાયરસનો ઉલ્લેખ કરતા પણ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે વર્ષ 2020 ખુબ ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું. પરંતુ એજ આશા રાખીએ કે આપણો દેશ 2021માં આગળ વધે. પીએમ મોદીએ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે, તમારા ધણા લોકોના સંદેશ અમને મળ્યા હતા. લોકોએ પોતાના અનુભવ શેર કર્યા છે. દેશમાં હવે ભારતમાં બનેલા રમકડાઓ વેચાઈ રહ્યા છે.
દેશમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ વધારવાની અપીલ
પીએમ મોદીએ કહ્યું કે, વિદેશી ઉત્પાદનોનો વિકલ્પ દેશમાં ઉપલબ્ધ છે. હું દેશવાસીઓને આગ્રહ કરૂ છું કે તે દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુઓને જોવે, સમજે અને જાણકારી મેળવો કે તમે કયા વિદેશી ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યા છો અને તેના બદલે દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરો. પીએમ મોદીએ કહ્યું કે આ ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટની સાથે કામ કરવાનો સમય છે. તેમણે દેશવાસીઓને દેશમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ વધારવાની અપીલ કરી છે. ગ્લોબલ બેસ્ટ વસ્તુઓને ભારતમાં જરૂરી બનવાવવું જોઈએ. તેના માટે સ્ટાર્ટ અપ આગળ આવે.
કાશ્મીરી કેસર અને ગીતાનો ઉલ્લેખ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દીપડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાણ્યું કે દેશમાં 2014થી 2018ની વચ્ચે દીપડાઓની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો. વર્ષોથી કેસર કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસરને જીઆઈ ટેગ મળવાથી નવી ઓળખ મળી છે. તેમાં ઔષધિના ગુણ છે. તેમણે પોતાની વાતમાં ગીતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગીતા ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે. ગીતા જીવનના દરેક સંદર્ભમાં પ્રેરણા આપે છે.
Can Do અને Will Doની ભાવના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના યુવાનોને જોઈને મને ગર્વની અનુભુતી થાય છે. કારણ કે આજના યુવાનોમાં Can Do અને Will Doની ભાવના છે. ભારતના યુવાનો માટે કોઈ પણ પડકાર મોટો નથી.
તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 72માં સંસ્કરણના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ શિખ સમાજની સંસ્કૃતિની વાત કરતા જણાવ્યું કે, દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિને સુરક્ષિત રાખવા માટે અનેક લોકોએ કુરબાની આપી હતી. ગુરુ ગોવિંદ સિંઘના પુત્ર સાહેબજાદે જોરાવર સિંઘ અને ફતેહ સિંઘે પણ ધર્મના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. હું આ બંને યોદ્ધાઓને નમન કરું છે. આ સાથે જ ગુરુ ગોવિંદ સિંઘજી અને તેમની માતા ગુજરીજી સહિત તમામ લોકોને હું નમન કરું છું. થોડા દિવસ પહેલા હું દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારામાં દર્શન કરવા ગયો હતો. અહીં મેં ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ મારું સૌભાગ્ય હતું.
