મંગળવારે ખેડૂતો અને કેન્દ્ર સરકારની મહત્વની બેઠક યોજાશે
Live TV
-
છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો, મંગળવારે કેન્દ્ર સરકાર સાથે બેઠક યોજશે.
ખેડૂત સંગઠનો દ્વારા સરકાર સાથે વાત કરવા માટે સરકારને, એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેનો સરકારે સ્વીકાર કરતા આ બેઠક બોલાવી છે. ખેડૂત સંગઠનોએ સરકારને પત્ર મોકલ્યો હતો, જેમાં ચાર મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂત આંદોલનનો ફાયદો ઊઠાવી રાજનીતિ કરી રહી છે.
