Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગદગપુરમાં CRPFના 84મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે જગદગપુરમાં CRPFના 84મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ગૃહમંત્રીએ શહીદ જવાનોને યાદ કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યુ કે, સીઆરપીએફના જવાનોએ  જીવના જોખમે આદિવાસી સમુદાય સુધી વિકાસ પહોંચાડયો છે. દુર્ગમ જગ્યાએ સીઆરપીએફ જવાનોની ઉપસ્થિતિના કારણે લોકો શાંતિથી જીવી શકે છે. ગૃહમંત્રીએ સ્થાનિક ભાષા હલ્બીમાં પ્રસાર ભારતી સેવા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું હતું. હલ્બી ભાષામાં સમાચાર સેવા શરુ થવા બદલ ગૃહમંત્રી અમિત શાહે દુરદર્શન અને આકાશવાણીને અભિનંદન પાઠવ્યા હતા.

    છત્તીસગઢના બસ્તર વિભાગના મુખ્ય મથકમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમિત શાહે, શહીદ સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યુ. આ પ્રસંગે તેમણે સીઆરપીએફના જવાનોને ચંદ્રકો અને શ્રેષ્ઠ પોલીસ સંસ્થાઓને વિવિધ શ્રેણીમાં ટ્રોફી પણ એનાયત કરી તે ઉપરાંત ગૃહમંત્રીએ સીઆરપીએફના કેટલાક ભવન અને ઇમારતોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ પણ કર્યુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply