કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત પર સબસિડીને મંજૂરી અપાઈ
Live TV
-
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત પર સબસિડીને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ દર વર્ષે 14 કિલો 200 ગ્રામના 12 સિલિન્ડર ભરવા સુધી 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં આ માટે કુલ ખર્ચ 6,100 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023-24માં 7,000 કરોડ રૂપિયા થશે. સબસિડી પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન 22 મે, 2022થી આ સબસિડી આપી રહી છે. તેમણે કહ્યું કે P.M.U.Y. એલપીજીના સાતત્યપૂર્ણ ઉપયોગ માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023-24ની સીઝન માટે કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 5000ના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી છે. શણ ઉત્પાદકોને વધુ સારા વળતરની ખાતરી માટે અને ગુણવત્તાયુક્ત જ્યુટ ફાઇબરને પ્રોત્સાહિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ પગલું છે.
