કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો
Live TV
-
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થુ અગાઉના બેઝીક પગારના 38 ટકાથી વધુ 42 ટકા થયું છે. તેનો અમલ 1 જાન્યુઆરી 2023થી કરવામાં આવશે. આ નિર્ણયથી આશરે એક કરોડ કર્મચારીઓને ફાયદો થશે.
ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય માટે સરકાર વાર્ષિક ધોરણે આશરે 12 હજાર 815 કરોડનો ખર્ચ કરશે. સરકારના નિર્ણયથી 47.58 લાખ કેન્દ્રીય કર્મચારીઓ તથા 69.76 લાખ પેન્શર્સને લાભ થશે.
