કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા પોલીસને પ્રથમ વખત રાષ્ટ્રપતિ ફ્લેગથી સન્માનિત કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ હરિયાણાના પ્રવાસે છે. અમિત શાહ કરનાલમાં મધુવન પોલીસ એકેડેમીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ અમિત શાહે હરિયાણા પોલીસને પ્રથમ વખત રાષ્ટ્રપતિ ફ્લેગથી સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં અમિત શાહની સાથે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહનો આ એક દિવસીય પ્રવાસ હરિયાણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.