Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગોવામાં કરશે ચૂંટણી પ્રચાર

Live TV

X
  • ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુર તમામ ચૂંટણી વાળા રાજ્યોમાં પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગોવામાં ઘર-ઘર જઇ પ્રચાર કરશે. તેઓ બિચોલીમ અને વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના સંસદીય ક્ષેત્ર સંતનીમમાં ડોર ટુ ડોર કેમ્પીંગ કરી જનસભાને સંબોધન કરશે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ દક્ષિણી ગોવામાં વોસ્કો અને ફોન્ડામાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ઉત્તરાખંડમાં વિવિધ જનસભાને સંબોધન કરશે.  દરમિયાન ભાજપ આજે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. તેમણે ચૂંટણી ઢંઢેરોને દ્રષ્ટીપત્ર નામ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને પ્રહલાદ જોશી દહેરાદુનમાં પાર્ટીનો દ્રષ્ટીપત્ર જાહેર કરશે. ભાજપાએ ચૂંટણી ઢંઢેરા માટે તમામ તૈયારી પૂર્ણ કરી છે. ઉત્તરાખંડની 70 બેઠકો માટે એક ચરણમાં 14 ફેબ્રુઆરીના મતદાન થશે.કોંગ્રેસ આજે ઉત્તર પ્રદેશ માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. તેમણે તેને ઉન્નતી વિધાન તેવું નામ આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનૌમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ઢંઢેરો બહાર પાડશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply