Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સૈન્યના જવાનોના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Live TV

X
  • અરૂણાચલ પ્રદેશના કામીન ક્ષેત્રના ઉચાઇવાળા ક્ષેત્રમાં થયેલ હિમ સ્ખલનમાં માર્યા ગયેલા સાત સૈનિકોના મૃત્યુ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો તેમજ તેમના પરિવાર પર આવી પડેલ મુશ્કેલી અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે અરૂણાચલ પ્રદેશમાં હિમસ્ખલના કારણે થયેલા સૈનિકોના મોતને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. બહાદુર સૈનિકોએ દેશ સેવામાં પોતાના પ્રાણની આહુતી આપી છે. તેમના નિસ્વાર્થ બલીદાનને હંમેશા યાદ રખાશે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. અરૂણાચલ પ્રદેશના કામિન ક્ષેત્રમાં ભારે હિમસ્ખલન ના પગલે ગુમ થયેલા સેનાના સાત જવાનો માટે બચાવ કાર્ય હાથ ધરાયું હતું. જોકે મંગળવારે તેમના મોતની પુષ્ટી કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply