કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડ અને છત્તીસગઢની લેશે મુલાકાત
Live TV
-
ગૃહ અને સહકારિમંત્રી અમિત શાહ આજથી બે રાજ્યોની મુલાકાતે છે. અમિત શાહ આજે પ્રથમ ઝારખંડના ચાઇબાસામાં ભાજપા કૌર ગૃપની બેઠકમાં ભાગ લેશે. ત્યાર બાદ ચાઇબાસાના ટાટા કોલેજ મેદાનમાં તેઓ જનસભાને સંબોધશે. બપોરે અમિત શાહ છત્તીસગઢ જવા નિકળશે, તેઓ કોરબાના માતા સર્વમંગલા મંદિરમાં દર્શન અને પુજન કરશે. અમિત શાહ કોરબાના ઈન્દીરા સ્ટેડિયમમાં જનસભાને સંબોધન કરશે. સાંજે અમિત શાહ કોરબામાં કોરગૃપની બેઠકમાં ભાગ લેશે.
