આજે ઉપરાષ્ટ્રપતિ NCC પ્રજાસત્તાક દિવસ શિબિરનું ઔપચારિક રીતે ઉદધાટન કરશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિલ્હી કેન્ટમાં NCC પ્રજાસત્તાક દિવસ શિબિરનું ઔપચારિક રીતે ઉદધાટન કરશે. આ શિબિરમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોથી 710 વિદ્યાર્થિનીઓ સહિત કુલ બે હજાર 155 કેડેટ્સ ભાગ લઇ રહ્યાં છે. આ શિબિર એક મહિના સુધી ચાલશે. આ શિબિરનું સમાપન 28 જાન્યુઆરીના પ્રધાનમંત્રીની રેલી સાથે થશે. આ શિબિરમાં જમ્મુ-કાશ્મીરના 114, પૂર્વેત્તર ક્ષેત્રના 120 કેડેટ્સો ભાગ લઇ રહ્યાં છે. આ શિબિરનો ઉદેશ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની રન-અપમાં યોજાનાર મહત્વના આયોજનના માધ્યમથી દેશના સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરાને ઉજાગર કરવાનો છે. તેનો ઉદેશ કેડેટના વ્યક્તિત્વ કૌશલમાં વૃધ્ધિ કરવી,, અને તેની મુલ્ય પ્રણાલીને મજબુત બનાવવાનો છે.
