કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાગપુરના પ્રવાસે જશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાગપુરના પ્રવાસે જશે. નાગપુરમાં રાષ્ટ્રીય ફાયરમેન મહાવિદ્યાલયની નવી ઇમારતનું લોકાર્પણ કરશે.
રાષ્ટ્રીય ફાયરમેન મહાવિદ્યાલયની સ્થાપના 1950 માં કરવામાં આવી હતી. જેની સ્થાપના પ્રશિક્ષણ અને અભ્યાસક્રમની તાલીમ આપવા માટે કરવામાં આવી હતી. અમિત શાહ ત્રણ ફાયરમેનના જવાન અને અધિકારીઓને પદક આપી સન્માનિત કરશે. તેમજ NDRF એકેડેમીની આધારશિલા પણ રાખશે. કાર્યક્રમમાં નિતિન ગડકરી સહિતના નેતાઓ હાજર રહેશે,,
મહારાષ્ટ્રની પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ સહિત અન્ય ભાજપના નેતાઓ અમિત શાહના સ્વાગતમાં નાગપુર એરપોર્ટ ખાતે હાજર રહેશે.
