PM મોદીનું તુમકુરમાં સંબોધન, શિવકુમાર સ્મૃતિ સંગ્રહાલયની આધારશિલા મૂકી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકની બે દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી કર્ણાટકમાં પીએમ કિસાન સહાય યોજનાના ત્રીજા હપ્તાની ફાળવણી કરશે, જેનાથી લગભગ છ કરોડ લાભાર્થીઓને મદદ મળી રહેશે.
પ્રધાનમંત્રી આ મુલાકાત દરમ્યાન આજે તુમકુર ખાતે સિદ્ધગંગા મઠની મુલાકાત લેવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે શ્રી શ્રી શિવકુમાર સ્વામીના સ્મારક સંગ્રહાલયની આધારશિલા મૂકી હતી. જ્યાં તેમણે સંબોધન પણ કર્યું હતું.
તુમકુર ખાતે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, પૂજ્ય સ્વામી શ્રી શ્રી શિવકુમારજીની ભૌતિક ગેરહાજરી અમે અનુભવી રહ્યા છીએ. તેમના દર્શન માત્રથી જીવનમાં ઉર્જા આવી જતી હતી. તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વથી આ પરિવત્ર સ્થાન દાયકાઓથી સમાજને દિશા બતાવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન પહેલા નવા વર્ષ 2020ની લોકોને શુભેચ્છા આપી હતી અને સિદ્ધગંગા મઠની પવિત્ર ઉર્જા સમસ્ત દેશવાસીઓના જીવનને મંગળકારી બનાવે તેના માટે પ્રાર્થના પણ કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતે નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કર્યો છે. 21મી સદીનો આ દાયકો આશાઓ અને આકાંક્ષાઓના મજબૂત પાયા સાથે શરૂ થયું છે. શિવકુમારજીની સ્મૃતિમાં બની રહેલા સંગ્રહાલયનો શિલાન્યાસ મૂકવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
