Skip to main content
Settings Settings for Dark

ઉ.ભારતમાં હિમવર્ષા, ઉત્તરાખંડ-હિમાચલપ્રદેશમાં બરફની ચાદર પથરાઈ

Live TV

X
  • ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો-ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો- 7 ડિગ્રી સાથે ભુજ સૌથી ઠંડુ શહેર-તો આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી.

    ઉત્તર ભારતના અનેક વિસ્તારોમા હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યોમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. ઉત્તરાખંડના ઓલી ખાતે બરફની ચાદર પથરાયેલી છે. હિમાચલના અનેક પર્યટક સ્થળે ગઇકાલે તાપમાનનો પારો શૂન્યથી નીચે રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં શીતલહેરની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. 

    બિહારમાં ઠંડી વધી છે, જ્યારે પંજાબ-હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ સાધારણ ઘટ્યો છે. અર્થાત તાપમાનમાં વધારો થયો છે. આગામી સાત દિવસ દરમિયાન હિમાચલના પહાડી પ્રદેશમાં બરફવર્ષા થવાની અને મેદાની પ્રદેશમાં વરસાદ થવાની સંભાવના છે. 

    જમ્મુ-કાશ્મીરના તાપમાનમાં પણ સુધારો થઈ રહ્યો છે. દાલલેકમાં શિકારા ચાલુ થયા છે. ઉત્તર ભારતના અનેક સ્થાને આગામી 24 કલાક દરમિયાન ભારે ધુમ્મસ પથરાઈ શકે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં ચોમાસું 4 જાન્યુઆરી સુધી સક્રીય રહેવાની સંભાવના છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply