દેશભરમાં શીખ ધર્મગુરુ ગોવિંદસિંહજી જયંતીની ઉજવણી, PM એ આપી શુભેચ્છા
Live TV
-
દેશ આજે શીખ સમુદાયના દસમા ગુરુ ગોવિંદસિંહજીની જયંતીની ઉજવણી કરી રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આ પ્રસંગે ગુરુને નમન કર્યા હતા. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. બિહારના પટના સાહિબમાં પણ કિર્તન થઈ રહ્યું છે. ગુરૂ ગોવિંદસિંહજીની જયંતી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક વીડિયો શેર કર્યો છે.
શીખ ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ પટણામાં થયો હતો. આજે દેશભરના શીખ સમુદાયના લોકો ગુરુ ગોવિંદસિંહની 353મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યા છે. ગુરુ ગોવિંદસિંહજીએ જ ખાલસા વાણી પણ આપી છે. તેમણે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને પૂરો પણ કર્યો હતો.
