ગૃહમંત્રી અમિત શાહે નાગપુર ખાતે નેશનલ ફાયર કૉલેજનું કર્યું લોકાર્પણ
Live TV
-
આજે ગૃહમંત્રી અમિત શાહે નાગપુર ખાતે રાષ્ટ્રીય અગ્નિશમન મહાવિદ્યાલયની નવી ઈમારતનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત તેમણે એનડીઆરએફ એકેડમીનો પાયો પણ નાંખ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં ભારતીય ડિઝાસ્ટર ટીમના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ભારત અને સાર્ક દેશોના દેશ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ લેવા માટે ભારત આવેલા છે. નેપાળના ભૂકંપમાં મદદ માટે સૌથી પહેલા ભારતની એનડીઆરએફની ટીમ પહોંચી હતી. કુદરતી આફત બાદ પુનર્નિર્માણને મોદી સરકારે ધ્યાનમાં રાખી તેના પર વધારે કામ કર્યું છે.
વધુમાં તેમણે દેશની અર્થવ્યવસ્થા બાબતે કહ્યું કે, 5 વર્ષમાં અર્થવ્યવસ્થામાં 1 ટ્રિલિયન ડૉલરની વૃદ્ધિ થઈ છે. જેને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય સરકારે ધ્યાનમાં લીધું છે.
