Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદધાટન કર્યુ

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુ સાત જાન્યુઆરીએ સમાપન સત્રને સંબોધન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 107મો ‘ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ’નું ઉદ્ધાટન કર્યું. અહીંયા તેમણે કહ્યું કે, પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દુનિયાના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવો જોઈએ. ખેતીના વિકાસ સાથે સાથે પર્યાવરણની અનુકૂળ ઉર્જાના ઉત્પાદન પર ભાર આપવાની જરૂર છે.પ્રધાનમંત્રીએ કહ્યું તે, ગત વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે ચંદ્રયાન લોન્ચ થઈ રહ્યું હતું. રિસર્ચનું ઈકોસિસ્ટમ આ શહેરે વિકસિત કર્યું છે, જેની સાથે જોડાવાનું દરેક યુવાનનું સપનું હોય છે. પણ સપનાનો આધાર માત્ર પોતાની પ્રગતિ સાથે નહીં પણ દેશ માટે કંઈક કરવાના સપના સાથે જોડાયલો છે.છેલ્લા પાંચ વર્ષમાં ગામના વિકાસને લોકોએ અનુભવ્યો છે.સ્વચ્છ ભારતથી આયુષ્માન સુધી ભારતની સૌથી મોટી યોજનાઓની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. જેનું કારણ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. દેશના 6 કરોડ ખેડૂતોને પીએમ ખેડૂત યોજનાની રકમ ટ્રાન્સફર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગામો સુધી વીજળી અને અન્ય વિકાસ કાર્ય પહોંચ્યા છે. આ બધું ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે. આજે ગામમાં રસ્તાઓનું કામ સમયસર પુરુ થઈ રહ્યું છે.ટેકનોલોજીના કારણે આજે ખેડૂતો સીધા બજાર સાથે લેણદેણ કરી રહ્યા છે. આજે ખેડૂતોને ખેતી, હવામાન સંબંધિત દરેક માહિતી મળી રહી છે. ગ્રામ્ય ક્ષેત્રમાં આપણે ટેકનોલોજીને વધુ મજબૂત બનાવાની છે. આપ સૌને બધી માહિતી છે કે ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરે પાણી પહોંચાડવા માટે જળ જીવમ મિશન શરૂ કરાયું છે.મહત્વનુ છે કે આ વખતે વિજ્ઞાન કોંગ્રેસની થીમ માં ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી વિજ્ઞાનમાં શિક્ષણવિદ, શોધકર્તા, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગો સહિત 15 હજાર થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે. વિજ્ઞાનના 14થી વધુ ક્ષેત્રોમાં વ્યાખ્યાન માળાનું ઓયોજન અને વિચાર વિમર્શ થશે. રાષ્ટ્રીય કિશોર વૈજ્ઞાનિક સંમેવન, વિજ્ઞાન કોંગ્રેલ અને વિજ્ઞાન સંચારક સંમેલનનું પણ આયોજન થશે. પ્રાઇડઓફ ઇન્ડિયા એકસ્પોમાં નવા વિચારો,નવા આચારો અને ઉત્પાદકો દર્શાવવામા આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply