કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રિએ પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોલકાતામાં નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી.
ગુરુદેવની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરના જન્મસ્થળ જોરાસાંકો ઠાકુરબારીની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ICP પેટ્રાપોલ ખાતે લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 2જી કાર્ગો ગેટ અને BSFના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે શિલાન્યાસ પણ કર્યો હતો.
ત્યાર બાદ પશ્ચિમ બંગાળને અનેક ભેટ સોગાતો આપશે. જેમાં કાર્ગો ગેટની આધારશિલા રાખશે તેમજ BSFની વિભિન્ન પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. ગૃહમંત્રી અમિત શાહ કોલકાતામાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તથા સાયન્સ સિટી ઓડિટોરિયમમાં ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે.
