કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ જાહેર સભા સંબોધશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી ચૂંટણી પ્રચાર માટે રવિવારે દાર્જિલિંગમાં જાહેર સભા કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઉતરી શક્યું ન હતું. પરિણામ એ આવ્યું કે, શાહને દાર્જિલિંગમાં સભા કર્યા વિના જ પાછા ફરવું પડ્યું. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર શાહ મંગળવારે ચૂંટણી પ્રચાર માટે બંગાળ આવવાના છે. તેઓ રાયગંજ અને માલદાહ દક્ષિણમાં બે બેઠકો કરવાના છે.
બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન :
લોકસભા ચૂંટણી પ્રચાર માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ વખત બંગાળની મુલાકાત લીધી છે. રાયગંજ લોકસભા ક્ષેત્રમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. આ વખતે બીપીએ એ, કાર્તિક પાલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019માં દેવશ્રી ચૌધરીએ, ભાજપની ટિકિટ પર આ બેઠક જીતી હતી. બાદમાં તેમને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. આ વખતે ભાજપે આ બેઠક પરથી દેવશ્રીને ટિકિટ આપી નથી. તેમને કોલકાતા દક્ષિણ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાયગંજમાં ભાજપ સામે તૃણમૂલે કૃષ્ણા કલ્યાણીને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.