Skip to main content
Settings Settings for Dark

પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને બેરલ દીઠ 87 ડોલર

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને બેરલ દીઠ 87 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત ઘટીને 83 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

    પેટ્રોલના ભાવ :

    ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં, આ સપ્તાહના પ્રથમ દિવસે શરૂઆતના વેપારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.67 ડોલર એટલેકે 0.77 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 86.62 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડમાં પણ 0.66 ડોલર એટલેકે 0.79 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 82.48 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply