કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ માટે એક બેઠક કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ માટે એક બેઠક કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ માટે એક બેઠક કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે હાજર રહેશે. બેઠકમાં 29 જૂનથી શરૂ થનાર અમરનાથ યાત્રાની સમિક્ષા કરવામાં આવશે. આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વ્યાપક માર્ગદર્શન આપવામાં આવશે. આ અગાઉ અમિત શાહે 14 જૂને જમ્મુ-કાશ્મીર આતંકવાદી ઘટનાને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી.
