ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત
Live TV
-
ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત
ભારતના ઉત્તર અને મધ્ય ભાગના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ યથાવત છે. 19 જૂન સુધી ગરમીની સ્થિતી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ગરમીનું ઓરેન્જ અને રેડ એલર્ડ જાહેર કર્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણ અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાપમાને છેલ્લા 127 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તીવ્ર ગરમીને કારણે ઉત્તર પ્રદેશમાં 1 થી 8 સુધીની સ્કુલોમાં 24 જૂન સુધી વેકેશન વધારી દેવાયું છે. હવામાન વિભાગે મેઘાલયમાં 19 જૂન સુધી અને Assam માં 17 થી 19 જૂનની વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ગારીયાધારમાં અને જેસરમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં નબળું પડેલું ચોમાસુ સક્રિય થતા આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
